રસપ્રદ ચિત્ર સામે આવ્યું છેવાસદા તાલુકાની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીના પરિણામો બાદ રાજકીય વિશ્લેષણમાં એક રસપ્રદ ચિત્ર સામે આવ્યું છે
જેમાં કોંગ્રેસ પક્ષની કામગીરી ખાસ ચર્ચાનો વિષય બની છે ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 15 બેઠકો જીતી હતી જ્યારે આ વખતે ભારતીય જનતા પાર્ટીને 16 બેઠકો મળવા પામી છે એટલે કે માત્ર પાછલી ચુટણી ની ગણતરીમા એક જ બેઠકનો વધારો નોંધાયો છે બીજી તરફ કોંગ્રેસ પાર્ટી એ મજબૂત ટક્કર આપતા 12 બેઠકો જીતવામાં સફળતા મેળવી છે આ પરિણામોને લઈને કોંગ્રેસના ધારાસભ્ય આનંત પટેલ ની ભૂમિકા ખાસ મહત્વપૂર્ણ બની છે સમગ્ર ચૂંટણી દરમિયાન અનંત પટેલ પોતાના તાલુકાના કાર્યકરો સાથે સતત મેદાનમાં સક્રિય રહ્યા હતા સીમિત સંનસાધનો વચ્ચે પણ તેઓએ એકલા હાથે જબરજસ્ત

લડત આપી હોવાનુ માનવામાં આવે છે રાજકીય નિરક્ષકોનું માનવું છે કે ભાજપ તરફથી સાંસદ ધવલ પટેલ દ્વારા ભારે પ્રચાર અને સંગઠન શક્તિ ના કદાવર મંત્રી ના પ્રચાર હોવા છતાં કોંગ્રેસે પોતાના મતદારોને જાળવી રાખવામાં સફળતા મેળવી છે
ખાસ કરીને વાસદા વિસ્તારોમાં કોંગ્રેસની પકડ યથાવત રહેવી એ અનંત ભાઈ પટેલની મેદાનની મહેનતનું પરિણામ માનવામાં આવી રહ્યું છે જયારે સાંસદ ધવલ પટેલનુ ગામની ઝરી બેઠક પણ અંનત પટેલ ના કબજા મા રહી
આ ચૂંટણીએ સાબિત કરી દીધું છે કે વાસદા તાલુકામાં રાજકીય જંગ હજી પણ એક તરફી નથી એક તરફ ભાજપની જીત અને સંગઠન શક્તિ છે અને નરેશ પટેલ હર્ષ સંધવી જેવા ધુરંધર નેતા તો બીજી તરફ કોંગ્રેસની મજબૂત ટક્કર અને જમીન સાથે જોડાયેલું નેતૃત્વ પણ સ્પષ્ટ રીતે સ્થાનિક સ્વરાજ્ય ની ચુટણીમા દેખાઈ રહ્યું છે
