સુરત મહાનગરપાલિકામાં પીઆરઓ તરીકે નવી જવાબદારી સંભાળતા શ્રી ભાવિન પાટીલને શુભેચ્છાઓ:
નવસારી : શનિવાર : જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ શ્રી ભાવિન પાટીલની સુરત મહાનગરપાલિકા ખાતે પબ્લિક રિલેશન ઓફિસર (PRO) તરીકે નવી નિમણૂક થતાં આજરોજ તેમને વિદાય અને શુભેચ્છા સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે સુરત પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત માહિતી નિયામક શ્રી અરવિંદભાઈ મછાર, સહાયક માહિતી નિયામક શ્રી મહેન્દ્રભાઈ વેકરીયા, સિનિયર સબ એડિટર શ્રી મનીષભાઈ સહિત દિનેશ માહલા, અક્ષય પટેલ, મેહુલ રાઠોડ, રોહિત રાઠોડ, પ્રીતિબેન પટેલ, હસમુખભાઈ પટેલ, યોગેશ કટારીયા અને અશોક ચૌહાણે શ્રી ભાવિન પાટીલને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી
