News

વ્યારાના દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી કરાશે

આગામી ૨૧મી જૂન “વિશ્વ યોગ દિવસ” ની સમગ્ર તાપી જિલ્લામાં ઉત્સાહભેર અને વ્યાપક સ્તરે ઉજવણીના ભાગરૂપે મંગળવારે કલેક્ટરશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરડે કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજીને યોગ દિવસના કાર્યક્રમોને સફળ બનાવવા માટે વહીવટી તંત્રના વિવિધ વિભાગોની ભૂમિકા અને આગોતરા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.

નોંધનીય છે કે, વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા ખાતે થશે. જ્યારે નગરપાલિકા-તાલુકાકક્ષાના કાર્યક્રમો અંગે બેઠકમાં નિર્ધારિત સ્થળોની પસંદગી, આરોગ્યની સુવિધાઓ, કાયદા-વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, પાર્કિંગ, વીજપુરવઠા, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા સહિતની તમામ આનુશાંગિક કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં સંબંધિત વિભાગોના અધિકારીઓને સોંપવામાં આવેલી જવાબદારીઓનું સુચારૂ આયોજન માટે જરૂરી દિશા-નિર્દેશો આપીને જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

આ તકે, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *