News

વાસદા તાલુકાના સીગાઢ ગામમાં મનરેગા કૌભાંડ મામલે સરપંચ સસ્પેન્ડ આદિવાસી વિકાસના નાણામાં ગેરનીતીના આરોપો સાબીત થતા ફરી ચર્ચા ગરમ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિગાઢ ગામમાં વર્ષ 2025 દરમિયાન લાખો રૂપિયાના મનરેગા કૌભાંડના આક્ષેપો બાદ આખરે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો ફરિયાદો અને લાંબી રાહ જોયા બાદ તારીખ 1,8,2026 ના રોજ તાલુકા વિકાસ અધિકારીએ તપાસ પૂર્ણ કરીને તત્કાલીન સરપંચને સસ્પેન્ડ કર્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
સિગાઢ ગામ અગાઉ ભારતીય જનતા પાર્ટીના મજબૂત ઘઢ તરીકે ઓળખાતું હતું. પરંતુ આ જ ગામમાં મનરેગા જેવી ગરીબ અને આદિવાસી પરિવારોના રોજગાર માટેની યોજનામાં આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમા ભારે ચર્ચા થઈ હતી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જો સમયસર કાર્ય થઈ હોત તો સરકારી નાણાંના દૂર ઉપયોગને અટકાવી શકાયા હોત.વાંસદા તાલુકામાં અગાઉ પણ પાણી પુરવઠા યોજના પાકા રસ્તા રોડના નાડા સહિત વિવિધ વિકાસ કામોમાં ઘેરનીતીના અક્ષેપો સામે આવ્યા છે જેના કારણે વિકાસ કામોની ગુણવત્તા અને સરકારી નાણાંનો ઉપયોગ અંગે સતત પ્રશ્નો ઊભા થતા રહ્યા છે.આદિવાસી વિસ્તારના વિકાસ માટે ફાળવવામાં આવતા નાણાંનો પારદર્શક અને યોગ્ય ઉપયોગ થાય તે જરૂરી છે જો યોજનાના નાણામાં ગેરરીતિ થાય તો સૌથી વધુ નુકસાન ગરીબ અને આદિવાસી પરિવારોને જ ભોગવવું પડે છે.


સ્થાનિક નાગરિકોની માંગ છે કે માત્ર સસ્પેન્શન પૂરતું જ ન રહે પરંતુ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જો કોઈ દોષિત હોય તો તેમના સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને સરકારી નાણાંની વસુલાત કરવાનો હુકમ થયો છતા નાણાની ભરપાઇ કરવામા નથી આવી
દરેક રાજકીય પક્ષ માટે આ ઘટના એક ચેતવણી સમાન છે પક્ષે પોતાના સંગઠન અને સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓના કામકાજ પર વધુ અસરકારક દેખરેખ રાખવી જોઈએ સમયસર ફરિયાદોની નિષ્પક્ષ તપાસ કરાવવી અને ગેરરીતિ સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી જરૂરી છે. સિગાઢ ભારતીય જનતા પાર્ટીનો ગઢ માનવામા આવતો પણ ભ્રષ્ટાચારને છાવરવાનુ કામ બીજેપીને મોધુ પડ્યુ તાલુકાની સીટ પણ હારી અને હવે ધારાસભ્ય ચુટણીનજીક છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સમરપિત સરપંચનુ સસ્પેન્શન શુ અસર કરસે


જાહેર જીવનમાં પારદર્શિતા જવાબદારી અને સમયસર કાર્યવાહી જ કોઈપણ સરકાર અને રાજકીય પક્ષની વિશ્વસનીયતાનો સૌથી મોટો આધાર સ્તંભ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *