વિશ્વના અનેક દેશોમાં ચાલુ યુદ્ધ અને આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે તેના પગલે ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની ચર્ચાએ સામાન્ય માણસથી લઈને ખેડૂતો અને નાના વેપારીઓ સુધી ચિંતા નો માહોલ ઉભો કર્યો છે.
જો ઈંધણના ભાવ સતત વધશે તો સૌથી પહેલો ફટકો મધ્યમ વર્ગીય પરિવારોને પડી શકે છે રોજિંદા વપરાશની વસ્તુઓ શાકભાજી દૂધ અનાજ ગેસ ટ્રાન્સપોર્ટ સહિતના ખર્ચમાં વધારો થવાથી ઘર ખર્ચનો બજેટ ખોરવાઈ શકે છે.
ખેડૂતો માટે પણ ડીઝલના વધતા ભાવ મોટી સમસ્યા બની શકે છે ટ્રેક્ટર પાણીના પંપ ખેતીના સાધનો અને પાકના પરિવહન ખર્ચમાં વધારો થતા ખેતી ખર્ચ વધી શકે છે જેના કારણે નાના અને મધ્યમ ખેડૂતો પર આર્થિક બોજ વધવાની શક્યતા છે.
નાના વેપારીઓ અને લઘુ ઉદ્યોગોને પણ મોંઘા ટ્રાન્સપોર્ટ અને કાચા માલના ખર્ચનો સીધો ફટકો પડી શકે છે માલ લાવવા લઈ જવામાં ખર્ચ વધતા નફો ઘટી શકે છે જેના કારણે નાના ધંધા ઉપર દબાણ વધી શકે છે.
જોકે ભારત ની અર્થવ્યવસ્થા મોટી અને મજબૂત હોવાને કારણે સરકાર દ્વારા ટેક્સમાં રાહત સબસીડી અથવા અન્ય આર્થિક પગલાં લેવાય તો મોંઘવારીને અમુક હદ સુધી નિયંત્રિત કરી શકાય તેવી શક્યતા પણ વ્યક્ત થઇ રહી છે.

હવે જોવાનું એ રહેશે કે વૈશ્વિક પરિસ્થિતિ આગામી દિવસોમાં કઈ દિશામાં આગળ વધે છે અને તેની ભારતના સામાન્ય નાગરિકો પર કેટલી અસર પડે છે.
આવી વૈશ્વિક અનિશ્ચિતતા અને મોંઘવારીની પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોએ પણ આર્થિક સાવચેતી રાખવાની જરૂર હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે
સૌથી પહેલા ઘર ખર્ચનું યોગ્ય આયોજન કરવું જરૂરી બની શકે છે બિનજરૂરી ખર્ચ ટાળવો ઉછીના ખર્ચમાં ઘટાડો કરવો અને આવક પ્રમાણે બજેટ બનાવી ખર્ચ કરવો વધુ યોગ્ય માનવામાં આવે છે.
ખેડૂતો માટે ડીઝલ અને ખેતી ખર્ચ બચાવવા આધુનિક સિંચાઈ પદ્ધતિ સોલાર પંપ સહકારી ખરીદી અને ઓછા ખર્ચવાળી ખેતી પદ્ધતિ અપનાવી ફાયદાકારક બની શકે છે.
નાના વેપારીઓએ વધુ સ્ટોક ભરવાના બદલે માંગ પ્રમાણે માલ ખરીદવો ખર્ચ નિયંત્રણ રાખવું અને ડિજિટલ વ્યવહાર તેમજ નવા ગ્રાહકો સુધી પહોંચવાના માર્ગો અપનાવવા જોઈએ.
મધ્યમ વર્ગીય પરિવારો માટે થોડો બચત ફંડ રાખવો જરૂરી વીમો અને આરોગ્ય ખર્ચ માટે પૂર્વ તૈયારી રાખવી પણ મહત્વપૂર્ણ બની શકે છે સાથે જ વીજળી પેટ્રોલ અને દૈનિક વપરાશમાં કરકસર કરવાથી ખર્ચ પર નિયંત્રણ આવી શકે છે.
આર્થિક જાણકારોનું માનવું છે કે ગભરાટમાં આવીને મોટા આર્થિક નિર્ણય લેવાના બદલે સમજદારી પૂર્વક આયોજન અને બચત ઉપર ભાર મૂકવામાં આવે તો આવી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો સરળ બની શકે છે.
સાવચેતી બચત અને સમજદારી મુશ્કેલ સમયમાં સામાન્ય નાગરિક માટે સૌથી મોટું હથિયાર બની શકે છે.
