Vansda -નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જૂજ અને કેલિયા ડેમ ખાતે ફરજ બજાવતા રોજમદાર વ્યક્તિઓની વ્યથા આસમાને પહોંચી છે.
વાંસદા ડાંગ-જૂજ અને કેલીયા ગામ ખાતે આવેલા મોટા ડેમોનું પાણી નહેર મારફતે આદિવાસી ખેડૂતો સુધી પહોંચાડવામાં અને નહેર સાઈડ પર નાના-મોટા કામ કરવામાં આ રોજમદાર ની ભૂમિકા મહત્વની હોય છે રોજમદારની ફરજના કારણે ખેતીને જીવનદાન મળતું હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ બીજી તરફ આ ડેમો ની દેખરેખ અને વિવિધ કામગીરીમાં ફરજ બજાવતા આદિવાસી રોજમદારો પોતાની સમસ્યાઓને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે
માહિતી મુજબ જૂજ અને કેલિયા ડેમ પર અલગ અલગ કામગીરી માટે અંદાજે 50 જેટલા આદિવાસી મજૂરોને રોજમદાર તરીકે કામ પર રાખવામાં આવ્યા છે આ મજૂરો જંગલ વિસ્તાર અને જોખમી સંજોગોમાં ફરજ બજાવતા હોવા છતાં તેમને માસિક આશરે માત્ર 12,500 રૂપિયા જેટલો જ પગાર ચૂકવવામાં આવતો હોવાનો આક્ષેપ ઉઠી રહ્યો છે.

સ્થાનિક રોજમદારોનું માનવું છે કે સરકાર દ્વારા મંજૂર થતી રકમની સરખામણીએ ખાનગી એજન્સી મારફતે ઓછી સેલેરી આપવામાં આવી રહી છે સાથે જ રોજમદારોને કોઈ પ્રકારની વીમા સુરક્ષા પ્રોવિડન્ટ ફંડ જેવી સુવિધા કે અન્ય શ્રમિક હકોનો લાભ પણ મળતો નથી જેના કારણે મજૂરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
ખાસ કરીને જંગલ વિસ્તારમાં ફરજ બજાવતા આ રોજમદારોએ જંગલી જાનવરોનો સતત ભય વચ્ચે નોકરી કરવી પડે છે ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો પરિવારની સુરક્ષા અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

રોજમદાર વ્યક્તિઓનું કહેવું છે કે સરકાર અને સંબંધિત વિભાગે આ મામલે ગંભીરતાથી ધ્યાન આપી યોગ્ય વેતન વીમા સુરક્ષા પીએફ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી જોઈએ જેથી આદિવાસી પરિવારોનું જીવન વધુ સુરક્ષિત બની શકે.
હાલ આ મુદ્દે સ્થાનિક સ્તરે ચર્ચાઓ તે જ બની છે અને સંબંધિત તંત્ર શું પગલાં લે છે તેના પર સૌની નજર મંડાઇ છે.
