News

વાંસદામાં મતદાર યાદી મુદ્દે ભારે હોબાળો: ૨૯૦૦ મુસ્લિમ મતદારોને ટાર્ગેટ કરાયાનો આક્ષેપ

વાંસદા ડાંગ : વાંસદા તાલુકામાં મુસ્લિમ સમાજના મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાના ષડયંત્રના ગંભીર આક્ષેપો સાથે સમગ્ર પંથકમાં ગરમાવો આવી ગયો છે. ધારાસભ્ય અનંત પટેલના ધ્યાને આ બાબત આવતા તેમણે મુસ્લિમ સમાજને જાણ કરી હતી, જેને પગલે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
વાંસદા તાલુકામાં મુસ્લિમ સમાજના અંદાજે ૨૯૦૦ થી વધુ લોકોને નિશાન બનાવી તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા માટે ફોર્મ નંબર ૭ ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે કોઈ એક જ વ્યક્તિ આટલી મોટી સંખ્યામાં ફોર્મ કેવી રીતે ભરી શકે? આ બાબતને મુસ્લિમ સમાજે એક સુનિયોજિત કાવતરું ગણાવ્યું છે.


મુસ્લિમ સમાજ દ્વારા આ મામલે બિન-રાજકીય રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વાંસદા તાલુકાના ૧૫૦૦ થી વધુ મુસ્લિમ ભાઈઓ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જોકે, પ્રાંત અધિકારી આવેદન સ્વીકારવા ઓફિસ બહાર ન આવતા મામલો વધુ ગૂંચવાયો હતો. મુસલિમ સમાજ વદે માતરમ અને ભારત માતાકીજયના નારા સાથે વાંસદા તાલુકા ઓફિસ મા ગયા હતા પણ પ્રાંત ઓફિસર ન આવતા અંતે મુસ્લિમ સમાજના લોકોએ ‘વિલા મોઢે’ પરત ફરવું પડ્યું હતું, પરંતુ અન્યાય સામે લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
વાંસદાના ૮૦૦ થી વધુ નોંધાયેલા મતદારોના નામ કાઢી નાખવાની અરજીઓ આપવામાં આવી છે.
એસ.આઈ.આર (SIR) ની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.


વાંસદા પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે અરજી કરનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ દરમિયાન લોકોએ ‘વાંસદા પોલીસ જિંદાબાદ’ ના નારા પણ લગાવ્યા હતા.
હવે આ મામલે મુસ્લિમ સમાજ કલેક્ટર કચેરીએ જઈને ન્યાયની માંગણી સાથે આવેદનપત્ર આપશે.
“આ લોકશાહીની હત્યા સમાન છે. ૨૯૦૦ જેટલા ફોર્મ એકસાથે ભરી આટલા લોકોના મતદાર યાદિ માથી નામ કમિ કરવાનો કોઈ મોટી સાજિશનો ભાગ લાગે છે. અમે આ બાબતે કલેક્ટર સુધી રજૂઆત કરીશું.” – મુસ્લિમ સમાજના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *