
વાપી પાસે ડુંગરા દેસાઈવાડમાં દર્પણભાઈ દેસાઈ જે. ડી.પરિવાર દ્વારા આયોજિત દેવુભાઇ જોશી ની 500 મી ભાગવત કથામાં મંગળવાર વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લએ આશીર્વાદ આપ્યા હતા.આ પ્રસંગે વાપી પાલિકાના માજી કારોબારી અને
ભાજ઼પ અગ્રણી મિતેશભાઈ દેસાઈ, ડો, ફાલ્ગુનીબેન દેસાઈ સજયભાઈ દેસાઈ, પંકજભાઈ જોશી,નિલેશભાઈ જાની, યુવા કથાકાર દર્શનભાઈ જોશી, પાર્થ જોશી, મિત દેસાઈ,સોહમ દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે 500 કથા કરનાર દેવુભાઇ જેના આંગણામાં પગ મૂકે ત્યાં ભાગવત કથા થઇ ગયેલી ગણાય, પ્રફુલભાઇ શુક્લ ની 900 મી કથાનું આયોજન કરનાર ડો, ફાલ્ગુનીબેન દેસાઈ અને પ્રફુલભાઇ શુક્લએ દેવુભાઇને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું દેવુભાઇના માતુશ્રી લીલાબાએ પણ આશીર્વાદ આપ્યા હતા પ્રફુલભાઇ શુક્લના પ્રવચનથી દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનું વાતાવરણ સર્જાયું હતું, તાલીઓના ગડગદાતથી લોકો ઝૂમી ઉઠ્યા હતા દક્ષિણ ગુજરાતમાં થી ઉપસ્થિત હજારો શ્રોતાઓએ દેવુભાઇ જોશી શુભેચ્છા પાઠવી હતી. સોમવારે વાપીના બિલ્ડર એલ. એન. ગર્ગ, વીઆઈએના માજી પ્રમુખ કમલેશ પટેલ,માજી પાલિકા પ્રમખ પંકજ પટેલ,અશોક પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં.

