News

ઉનાઈ માતાજી મંદિર ટ્રસ્ટ અને જી જે દેશી ન્યુઝ દ્વારા આયોજિત ભાગવત કથાને વિરામ અપાયો

// હરિ નો છો, હરિનો થા, અને હરિ ને જ ભજ//પ્રફુલભાઇ શુક્લ

!! ઉનાઈમાતા મઁદિરે ભાગવત કથા ને વિરામ અપાયો!!
વાંસદા તાલુકા ના ઉનાઈમાતા મઁદિરે G, J, દેશી ન્યૂઝ અને મઁદિર સમિતિ દ્વારા આયોજિત કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 886 મી ભાગવત કથા ને આજે ભાવસભર માહોલ માં વિરામ અપાયો હતો પુર્ણાહુતી પ્રવચનમાં પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે ” હરીનો છો, હરિનો થા, અને હરિ ને જ ભજ ” એ ભાગવત ઉપદેશ છે પૂજ્ય બાપુ એ ભોજન દાતા અશોકભાઈ ગજેરા, મુખ્ય યજમાન મહેશભાઈ બાબુભાઇ પાચીયા, એડિટર શૈલેશભાઈ પટેલ, હરિશભાઈ પરમાર, આચાર્ય રાકેશદુબે, સાત દિવસ ના દૈનિક યજમાનો, અને વરસતા વરસાદ માં પણ કથા શ્રવણ કરનારા શ્રોતા ઓનો આભાર વ્યક્ત કરી ને જીવન ની 886 મી ભાગવત કથા ને ઉષ્ણ અંબા ઉનાઈ માતા ના ચરણોમાં અર્પણ કરી હતી આજે ઉનાઈમાતા મઁદિર ના સફાઈ કામદારો એ હવનમાં ભાગ લીધો હતો,કથાકાર નરેશભાઈ રામાનંદી, ભાસ્કર ભાઈ દવે એ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું, બાપુ ના સઁગીતકારો હરેશભાઇ જાની ધરમપુર, બિપીનભાઈ પટેલ દેબરપાડા, વત્સલ પટેલ, પ્રતીક પટેલ આછવણી, એ ધૂન ગરબા ની રમઝટ બોલાવી હતી ગીરીશભાઈ જયસ્વાલ, રીટાબેન ચૌહાણ, દિક્ષિતાબેન પટેલ, ટાંક પરિવાર, પિન્ટુ ભાઈ મહારાજ, સહિત મોટી સઁખ્યામાં ઉપસ્થિત ઉનાઈ, સિણ ધઈ, બારતાડ, ડોલવણ, ચરવી, પાલગભણ, ચઢાઉં, ગામના શ્રોતા ઓ એ પૂજ્ય બાપુને ભાવ ભરી વિદાઈ આપી હતી ” ગોપાલ કૃષ્ણ, રાધે કૃષ્ણ ” નો પ્રચંડ નાદ કરવામાં આવ્યો હતો,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *