
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં પાવઠીવાવ ના મહંતશ્રી તથા બાબરકોટ ગામ સમસ્ત કારતક સુદ અગિયારસ ના દિવસે ભવ્ય તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું હતું..
બાબરકોટ ગામના તુલસી વિવાહ પ્રસંગે મીતીયાળા થી ઠાકર ભગવાનની વાજતે ગાજતે જાન આવી હતી આ જાન નુ આયોજન મીતીયાળા ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું હતું
ઠાકોર ભગવાન નો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો અને ડીજે ના તાલ સાથે જાનીયા જુમી ઉઠયા હતા
બાબરકોટ ગામે તુલસી માતા અને ઠાકર ભગવાન ના ધૂમ ધામ થી વિવાહ કરવા માં આવ્યા હતા લોક ગાયકા પાયલ સાંખટ દ્રારા લગન ગીત ગાવામાં આવ્યો હતા
તુલસી વિવાહ માં હાજરી આપતા સરપંચ, ઉપસરપંચ,તમામ સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી, ગામના આગેવાનો,રાજકીય આગેવાનો,ગામ ના તમામ ગ્રુપો,મહિલા મંડળો, બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
બાબરકોટ ગામે દસ હજાર થી વધુ લોકો એ તુલસીમાતા અને ઠાકોર ભગવાનના દર્શન કરી અને પ્રસાદ લીધો હતો .
