News

વ્યારા ખાતે JCI Vyara દ્વારા વેપારીઓ, ઉદ્યોગકારો અને બિઝનેસ ઓનર્સ માટે “Grow Your Business for 2027”

કાર્યક્રમમાં Zone 8 ના President 2026 JFS Lalit Baldaniya Sirની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તેમના માર્ગદર્શન અને ઉપસ્થિતિથી કાર્યક્રમને વિશેષ પ્રોત્સાહન મળ્યું હતું.

કાર્યક્રમના ટ્રેનર JC Jay Rajgor, Zone Vice President Zone 8 દ્વારા બિઝનેસ ઓનર્સને વ્યવસાયમાં નફાકારકતા વધારવા, નાણાકીય વ્યવસ્થાપન સુધારવા અને ભવિષ્યના વિકાસ માટે યોગ્ય આયોજન કરવા અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ટ્રેનિંગ દરમિયાન ખાસ કરીને Profit Mastery, Cash Flow Mastery તથા Wealth & Growth Mastery જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરળ અને વ્યવહારુ ઉદાહરણો દ્વારા બિઝનેસમાં નફો ક્યાંથી આવે છે, કેશ ફ્લોનું યોગ્ય સંચાલન કેવી રીતે કરવું તથા પૈસાને યોગ્ય રીતે વ્યવસાયિક વૃદ્ધિ તરફ કેવી રીતે ઉપયોગમાં લેવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં JCI Vyara ના President 2026 JC Vedant Saudankar, Secretary JC Rutvika Gamit, Project Chairman JC Amit Parmar સહિત JCIના સભ્યો તથા વિવિધ ક્ષેત્રના બિઝનેસ ઓનર્સ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત સભ્યોએ ટ્રેનિંગમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના વ્યવસાયને વધુ વ્યવસ્થિત, નફાકારક અને વિકસિત બનાવવા માટે ઉપયોગી માહિતી મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન સભ્યો દ્વારા પોતાના વ્યવસાયને લગતા પ્રશ્નો અને અનુભવો પણ રજૂ કરવામાં આવ્યા હતા, જેના આધારે ટ્રેનર દ્વારા વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમના અંતે JCI Vyara દ્વારા ટ્રેનર JC Jay Rajgor, Zone 8 President 2026 JFS Lalit Baldaniya Sir તથા તમામ ઉપસ્થિત મહેમાનો અને સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *