News

ડાંગ જિલ્લામાં એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત સામુહિક દવા વિતરણ કાર્યક્રમ યોજાશે

(ડાંગ): આહવા: તા: ૩:  એલીમીનેશન ઓફ લીમ્ફેટીક ફાઇલેરિયાસીસ અંતર્ગત ભારત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં ફાઇલેરિયા નિર્મુલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામા આવેલ છે. જે કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ૯૭ ગામોના કુલ ૯૧૬૩૫૪ લોકોને DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટનો સામુહિક દવા વિતરણનો કાર્યક્રમ તારીખ ૧૦ થી ૧૨ ફેબ્રઆરી દરમિયાન વઘઇ તાલુકાની સાકરપાતળ, ઝાવડા અને કાલીબેલ પી.એચ.સી દ્વારા કરવામા આવનાર છે.

આ કાર્યક્રમ અંતર્ગત વઘઇ તાલુકાના ૯૭ ગામોના કુલ ૯૧૬૩૫૪ લોકોને આવરી લેવામા આવ્યા છે. આરોગ્યકર્મીઓ દ્વારા કુલ ૧૧૬ ટીમ, ૨૨ સુપરવાઇઝર ની દેખરેખ હેઠળ હાઉસ ટુ હાઉસ સર્વે કરીને “ડોટ પધ્ધતી” મુજબ રૂબરૂમા દરેક DEC અને આલ્બેન્ડાઝોલ ટેબલેટ આપવામા આવશે.

વધુમા શ્રી ડો.હિંમાશુ ગામિતે જણાવ્યુ હતુ કે, ફાઇલેરિયા મુક્ત ભાવી પેઢી માટે આ દવાઓ લેવી જરૂરી છે. આ દવાઓની કોઇ પણ આડઅસર નથી. લોક જાગૃતિ માટે ગત વર્ષે વિધાનસભા નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલે પણ આ દવા ગળીને લોકોને પ્રેરણા આપી હતી.  હાથીપગાથી મુક્ત ભાવી પેઢી બનાવવા માટે સરકાર કટીબધ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *