રુમલા જમાદાર ની એક ઘટના હોય તો પોલીસ એમના પડખે ઊભી રહે પણ વારંવારની ઘટનાને લઇ પોલીસ પણ એક્શન મોડમાં છે
ખેરગામ ચંપક પટેલ -સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ઘટના રુમલા પોલીસ ચોકીની છે જ્યાં ગ્રામજનોના ખેતરમાંથી કન ચોરાઈ જવાની ઘટના વારંવાર બનતી હતી જેને લઇ ખેડૂતોની ફરિયાદ કરી હતી કંન ચોરતા ચોરટાઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ જતા રુમલા બીટના જમાદાર મોહન પવાર નશાની હાલતમા ધુત હોય અને ગ્રામજનો સાથે જમાદાર નો રોફ
જમાવતા ગ્રામજનો સાથે અભદ્ર વર્તન કરતા ગ્રામજનોએ પીસીઆરને ફોન કરી જમાદારને ઉપલા પોલીસ સ્ટેશનને હવાલે કર્યો જ્યાં પોલીસ કર્મચારીઓ સાથે પણ ગેરવર્તન કરતા જમાદાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી પડી નશાની હાલતમાં હોવાથી મેડિકલ ચેકઅપ પણ કરાવ્યું અને ખેરગામ પોલીસના ઇન્ચાર્જ પીએસઆઇ ને ટેલીફોનિક વાત કરતા જણાવ્યું મોહન જમાદાર ઉપર એફઆઇઆર પણ થઈ ગઈ છે અને વધુ ની તપાસ હાથ ધરાઈ રહી છે
પરંતુ ખેરગામના રુમલા ચોકીમાં આ વખતે જમાદાર મોહન પવાર બરાબર પોલીસના છણસમા ભેરવાઈ ગયા ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમના ઉપર કાર્યવાહી કરતા એફઆઇઆર કરાઈ છે પણ આગામી સમયમાં જોવાનું રહ્યું કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરશે કે પોલીસના સ્ટાફ સમજીને એના ઉપર રહેમ કરી એમને બચાવવાનો પ્રયાસ કરશે
ચોરસ બ્લોકમાં લેવું
મોહન જમાદાર નો ઇતિહાસ તપાસતા એમના કાંડ આવા જ હતા ઉનાઈ ચોકીના ભીનાર ગામે પણ દારૂ પીને ગ્રામજનો સાથે મગજમારી કરતા ઢોર મારવામાં આવ્યો હતો ત્યારે વાંસદાના પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોહન જમાદારને બચાવવામાં આવ્યા હતા અને મોહન જમાદાર વિરુદ્ધ કોય કાર્યવાહી કરવામા ન આવી ફરીયાદી દ્વારા દારુ પીવાના આરોપ લગાવવા છતા મેડીકલ તપાસ કરવામાન આવી જેનું પરિણામ ખાખી વર્દીએ આજે ફરી પાછું ચુકવવું પડી રહ્યું છે
ખેરગામ પોલીસ સ્ટેશનના રુમલા ચોકીનો જમાદાર દારુ પીને રોફ જમાવતા જનતા સાથે ગેરવર્તણુક કરવી ભારે પડી.
