News

ખેડબ્રહ્માના ત્રિવેદી પરિવારનું ગૌરવ વધ્યું: રાષ્ટ્રીય સ્તરે એસ્ટ્રોલોજી અને વાસ્તુ ક્ષેત્રે સન્માન

ખેડબ્રહ્મા શહેરના ભક્તિનગર સોસાયટીમાં રહેતા ત્રિવેદી પરિવાર માટે ગૌરવનો ક્ષણ સર્જાયો છે. ભારતીય પ્રાચ્ય વિદ્યા સંસ્થાન ભારત દ્વારા આયોજિત એવોર્ડ સમારંભમાં શહેરના જાણીતા જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાતોને પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યા છે.

તારીખ ૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં પ્રથમ એવોર્ડ અભિનેત્રી Mannara Chopra તથા પૂજ્ય Pujaji Sharma (Rekha Didi)ના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ખેડબ્રહ્માના ડો. બંકિમચંદ્ર સી. ત્રિવેદીને ‘સેલિબ્રિટી એસ્ટ્રોલોજર અને મોસ્ટ પોપ્યુલર વાસ્તુ એક્સપર્ટ (ટેરોટ કાર્ડ રીડર)’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ જ્યોતિષાચાર્ય હર્ષ બંકિમચંદ્ર ત્રિવેદીને ‘ઈન્ડિયા બેસ્ટ કુંડળી અને વાસ્તુ એક્સપર્ટ (ટેરોટ કાર્ડ રીડર)’ તરીકે સન્માન આપવામાં આવ્યું હતું.

આ સન્માનથી માત્ર ત્રિવેદી પરિવાર જ નહીં પરંતુ ખેડબ્રહ્માના ત્રણ ગામ ગોમતીવાળ બ્રાહ્મણ સમાજનું પણ ગૌરવ વધ્યું છે. સમાજના આગેવાનો અને સભ્યો દ્વારા બંને વિદ્વાનોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

આ સિદ્ધિએ ખેડબ્રહ્મા શહેરને રાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ અપાવી છે.

ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *