News

મહુવા તાલુકાના ખરવણ ગામે પાવર ગેડ ના ટાવર ઉભા કરવા આવેલા અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ

મહુવા તાલુકાના ખરવણ ગામે ખેડૂતોની માલિકી માંથી પાવર ગેડના હાઈ ટેન્શન ટાવર ઉભા કરવા માટે આવેલા અધિકારીઓ પાસે ટાવર ઉભા કરવા ની મંજૂરી લેટર માંગવામાં આવ્યો હતો અધિકારીઓ પાસે કલેકટર નુ કોઈપણ જાતનુ લેખિત પુરાવા ન હતો. જેથી ખેડૂતોએ જણાવ્યું હતું કે ખેડૂતોની કોઈપણ મંજૂરી વગર જીસીબી અને પોલીસના કાફલા સાથે બળજબરીથી ટાવર ઉભા કરવા આવેલા અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વળતર બાબતે ઘર્ષણ થતાં ખેડૂતોએ જણાવ્યું હતું કે દરેક વખતે કોઈપણ યોજના હોય એ આદિવાસીઓને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે

અમારી પાસેથોડી થોડી જમીન છે એમાં અમારું ગુજરાન ચલાવતા હોય તો એ પણ છીનવી લેવાના આશયથી ખાનગી કંપની અને સરકાર આદિવાસી વિસ્તારમાંથી જ કેમ લઈ જાય એ અમને ખબર પડતી નથીએમ જણાવ્યું હતું ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા ખેડૂતોએ અમારી માલિકીમાં આવતા ખેડૂતોને યોગ્ય વળતર ન મળે ત્યાં સુધી કોઈપણ ટાવર ઊભો કરવો નહીં અધિકારીઓએ એક ટાવરના બે લાખ 75 હજાર રૂપિયા આપવાનું જણાવ્યું હતું જેથી ખેડૂતોને આટલી રકમમાં સંતોષ નથી ખેડૂતોનું કહેવું છે

કે ટાવર ઉભા કરવા માટે કલેકટર નું પણ કોઈ પણ લેખિત અમને આપવામાં આવ્યું નથી ગેરકાયદેસર કામ કરવા આવેલા અધિકારીઓ સાથે અમારે કોઈ ઘર્ષણ કરવું નથી અમને યોગ્ય વળતર આપો અને કામ ચાલુ કરો એવું ખેડૂતોનું કહેવું છે જ્યાં સુધી અમને યોગ્ય વળતર ના મળે ત્યાં સુધી ટાવર ઉભો ન કરવા માટે નો વિરોધ મોટી સંખ્યામાં લોકોએ વિરોધ કર્યો હતોમોડે સુધી સમાધાનની ચર્ચા ચાલી હતી અંતે ખેડૂતોને પાવર પ્રોજેક્ટ નાખવા આવેલા કર્મચારીઓ સાથે સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર ભીખુભાઈ પટેલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *