મહુવા તાલુકાના દેદવાસણ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કેયુરભાઈ રમેશભાઈ કરસિયા જેવો 8000 ની લાંચ લેતા પંચાયતના પગથિયા ઉપર જ ઝડપાઈ ગયા પ્રધાનમંત્રી જનમન આવાસ યોજના અંતર્ગત મંજુર થયેલ મકાનોનું બાંધકામ કરેલ તે કામનાં નાણાં મેળવવા નિયમોનુસાર જરૂરી દસ્તાવેજો સાથે લાભાર્થીનાં ફોર્મ ભરી નાણાં મંજુર કરવા બીલ મુકવામાં આવેલ.
જે ફોર્મમાં આ કામનાં આક્ષેપિતે સહી કરવાનાં અવેજ પેટે રૂ.૧૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે આધારે લાંચના છટકાનુ આયોજન કરેલ તે દરમ્યાન ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચ પેટે રૂ.૮,૦૦૦/- માંગણી કરી લાંચની રકમ સ્વીકારી, આરોપી ગ્રામ પંચાયતના પગથિયા પાસે જ સ્થળ પર પકડાઇ ગયા એસીબીના ટ્રેપિંગ અધિકારી
શ્રી બી.ડી.રાઠવા, પોલીસ ઇન્સ્પેકટર, નવસારી એ.સી.બી. પો.સ્ટે. નવસારી તથા એ.સી.બી. સ્ટાફ
તથા સુપર વિઝન અધિકારી
શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત.
