News

ઉનાઈ ચરવી ગ્રામ પંચાયત મા ધારાસભ્યના હસ્તે 1 કરોડ 36 લાખના વિકાસના કામોનું ખાતમુરત કરાયું

વાંસદા તાલુકાનું ઉનાઈ એટલે માતાજીના નામે થી વિશ્વવિખ્યાત છેલ્લા ચાર વર્ષથી ઉનાઈ વિકાસની હરોળમાં વાંસદા તાલુકામાં સૌથી આગળ વધી રહ્યું છે ધારાસભ્ય અનંત પટેલ સરપંચ મનીશ પટેલ અને ડેપ્યુટી સરપંચ ધવલભાઈ ઢીમર અને ગ્રામ પંચાયતના સભ્યોની સાથે ધારાસભ્યના હસ્તે એક કરોડ 36 લાખ થી પણ વધુ રકમના વિકાસના કામો નુ ખાતમૂહુર્ત કરવામા આવ્યુ

વાંસદા તાલુકાના 95 ગામડામાં કરોડોના કામ કરતી પંચાયત હોય તો આ ઉનાઈ ગ્રામ પંચાયત અને ઉનાઈ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓની ટીમ છેલ્લા ચાર વર્ષમાં ચાર કરોડથી પણ વધારે ના વિકાસના કામો કર્યા છે
નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયત સમક્ષ જો કોઈ ગ્રામ પંચાયતે કામ કર્યું હોય તો એ વાંસદા તાલુકાનું ઉનાઈ ચરવી ગ્રામ પંચાયત છે સરપંચ મનિશ પટેલ દ્વારા હાલમાં જ શ્રેષ્ઠ સરપંચ નો પણ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એવા સરપંચ જમણે યોજનાઓ થકી લાવેલ ગ્રાન્ટમાંથી કરોડોના વિકાસના કામો કર્યા છે

ઉનાઈ ચરવી ગ્રામ પંચાયત જે આજે નવસારી જિલ્લાની મોડેલ પંચાયત બની છે જે વાંસદા તાલુકા અને નવસારી જિલ્લાએ ગૌરવ લેવા જેવી બાબત છે
એક માત્ર પંચાયત છે જે કરોડોના કામ યોજનાઓ થકી કર્યા છે

જ્યારે અન્ય એવી ઘણી પંચાયતો છે એવા ઘણા સરપંચો છે કે જે ચૂંટાઈને સરપંચ ઉપર બેસી જાય છે પણ એમને શીખતા શીખતા ત્રણ વર્ષથી વધુ નીકળી જાય છે જેથી જે રીતના યોજનાઓ ક્યાંથી લાવી કઈ રીતે સરકારની યોજના થકી કામ કરવું એની સમજમાં જ એમનો સમય નીકળી જતો હોય છે પણ ઉનાઈ વાંસદા ઉનાઈના સરપંચ જે તાલુકા પંચાયતના સભ્ય પણ રહી ચુક્યા છે એમને અનુભવ અને એમની દીર્ઘદ્રષ્ટિથી આજે ઉનાઈ ચરવી પંચાયત નવસારી જિલ્લાની સૌથી વધુ યોજનાઓ થકી વિકાસ કરતી પંચાયત બની છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *