News

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2026-2027નું ગુજરાતનું રૂ.4,08,053 કરોડનું વિક્રમી બજેટ રજૂ ગુજરાતની બજેટ પોથી પર ‘વારલી’ ચિત્રકલાને સ્થાન

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે (૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬) ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે ₹૪,૦૮,૦૫૩ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. આ બજેટનું મુખ્ય ફોકસ ‘GYAN’ (ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ) પર રાખવામાં આવ્યું છે.

બજેટની મુખ્ય હાઈલાઈટ્સ નીચે મુજબ છે:

  • શિષ્યવૃત્તિમાં વધારો: SC-ST અને ઓબીસી વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિની વાર્ષિક આવક મર્યાદા ₹૨.૫૦ લાખથી વધારીને ₹૬ લાખ કરવામાં આવી છે.
  • નમો સેન્ટ્રલ લાઈબ્રેરી: ગાંધીનગર ખાતે ₹૧૦૦ કરોડના ખર્ચે દેશની સૌથી મોટી અને અત્યાધુનિક ડિજિટલ લાઈબ્રેરી બનાવવાની જાહેરાત.
  • નવી શાળાઓ: રાજ્યમાં વધુ ૯૨૬ PM-SHRI શાળાઓ અને ૧૨૦ કરોડના ખર્ચે ‘સંકલિત શાળાઓ’ (બાલવાટિકાથી ધોરણ-૧૦) શરૂ કરાશે.
  • કૌશલ્ય વિકાસ: ‘નમો ગુજરાત કૌશલ્ય મિશન’ માટે ₹૨૨૬ કરોડ અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના માટે ₹૮૦ કરોડની ફાળવણી.
  • અંદાજે 97 લાખ વિદ્યાર્થીઓ માટે કુલ ₹5967 કરોડની જોગવાઈ
  • બાલવાટિકાથી ધોરણ-10 સુધીના અભ્યાસ માટે ₹120 કરોડના ખર્ચે ‘સંકલિત શાળા’ બનાવાશે
  • રાજ્યમાં વધુ 926 નવી PM શ્રી શાળાઓ અત્યાધુનિક સુવિધાઓ સાથે કાર્યરત થશે
  • આશ્રમશાળા અને છાત્રાલયોના વિદ્યાર્થીઓની માસિક સહાય વધારીને ₹2500 કરાઈ
  • આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5425 કરોડની જોગવાઈ
  • શ્રમ અને કોશયલ વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2902 કરોડ ની જોગવાઈ
  • સિંચાઈ સુવિધા: સુજલામ સુફલામ પાઈપલાઈન માટે ₹૧૨૩૭ કરોડ અને સૌની યોજના માટે ₹૪૭૩ કરોડની જોગવાઈ.
  • કૃષિ યાંત્રિકીકરણ: ટ્રેક્ટર અને અન્ય સાધનોની ખરીદીમાં સહાય માટે ₹૧૫૬૫ કરોડ ફાળવાયા.
  • ગૌસેવા: ગૌ માતા પોષણ યોજના માટે ₹૫૦૦ કરોડની જોગવાઈ.
  • બાયો CNG પ્લાન્ટ: રાજ્યના ૪ ઝોનમાં બાયો CNG પ્લાન્ટ સ્થાપવા ₹૧૧૨ કરોડની જોગવાઈ.
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 25403 કરોડની જોગવાઈ
  • PM-JAY (મા યોજના): કેશલેસ સારવાર માટે ₹૩૪૭૨ કરોડની જોગવાઈ.
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 7690 કરોડની જોગવાઈ
  • શ્રમિક કલ્યાણ: નવા ૧૨૧ ‘શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રો’ અને ૫૦ નવા ‘ધન્વંતરિ આરોગ્ય રથ’ શરૂ કરાશે.
  • આંગણવાડી: નવી ૨૦૦૦ આંગણવાડીઓના નિર્માણ માટે ₹૩૬૦ કરોડની ફાળવણી.
  • IVF સુવિધા: અમદાવાદ બાદ હવે સુરત, ભાવનગર અને જામનગરની સિવિલ હોસ્પિટલોમાં મફત IVF સુવિધા શરૂ કરાશે.
  • આપત્તિ વ્યવસ્થાપન: પૂર અને વાવાઝોડા જેવી આફતો સામે રક્ષણ માટે ₹૧૮૫૫ કરોડનું ફંડ.
  • અમદાવાદ ઓલિમ્પિક તૈયારી: અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા અને રમતગમતના માળખા માટે ₹૧૨૭૮ કરોડની જોગવાઈ.
  • વાયર-ફ્રી સિટી: શહેરોમાં વીજળીની લાઈનો અંડરગ્રાઉન્ડ કરવા માટે ₹૫૦૦ કરોડનું ‘ગુજરાત વાયર-ફ્રી સિટી મિશન’.
  • નવી બસો: ST નિગમમાં ૫૦૦ ઇલેક્ટ્રિક AC બસ સહિત કુલ ૨૪૬૩ નવી બસો માટે ₹૧૨૮૬ કરોડ.
  • આવાસ યોજના: ગરીબ અને મધ્યમ વર્ગ માટે ૩.૧૫ લાખ નવા ઘરો બનાવવા ₹૪૨૭૨ કરોડ.
  • નવી GIDC: દાહોદ, ઝાલોદ અને ગરબાડા સહિત કુલ ૫ નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત.
  • નવા શહેરો: કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસર ‘સેટેલાઇટ ટાઉન’ તરીકે વિકસિત થશે.
  • પાર્કિંગ: શહેરોમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા ₹૧૦૦ કરોડના ખર્ચે ‘સ્માર્ટ પાર્કિંગ’ બનશે.
  •  ટેક્સટાઇલ સેક્ટર: ગુજરાત ટેક્સટાઇલ પોલિસી માટે ₹2755 કરોડની ફાળવણી. અત્યાર સુધી 2 લાખથી વધુને રોજગારી મળી.
  • જળ સંપત્તિ વિભાગ માટે કુલ 13944 કરોડની જોગવાઈ
  • સરદાર સરોવર યોજના માટે કુલ 3317 કરોડની જોગવાઈ
  • પાણી પુરવઠા વિભાગ માટે કુલ 6984 કરોડની જોગવાઈ
  • બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ 4314 કરોડની જોગવાઈ
  • ગુજરાત યુનિફાઈડ ડિજિટલ સ્ટેક: ₹૧૦૦ કરોડના ખર્ચે એક એવું પ્લેટફોર્મ તૈયાર કરાશે જ્યાં નાગરિકોએ વારંવાર ડોક્યુમેન્ટ્સ આપવા નહીં પડે. એક જ લોગિનથી તમામ સરકારી સેવાઓનો લાભ મળશે.
  • ગુજરાત વાયર-ફ્રી સિટી મિશન: શહેરોમાં ઉપરથી પસાર થતી વીજળીની લાઈનોને અંડરગ્રાઉન્ડ કરવા માટે ₹૫૦૦ કરોડની જોગવાઈ.
  •  સ્ટાર્ટઅપ ક્રાંતિ (i-Hub): અમદાવાદ બાદ હવે સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટમાં i-Hub ના રીજનલ સેન્ટર ખુલશે. (બજેટ: ₹80 કરોડ)
  • ઓલિમ્પિક ૨૦૩૬: અમદાવાદને ‘ઓલિમ્પિક રેડી સિટી’ બનાવવા માટે ₹૧૨૭૮ કરોડનું આયોજન.
  • રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ના વિભાગ માટે 2006 કરોડની જોગવાઈ
  • ટુરિઝમ: ૨૦૨૬ના વર્ષને ‘ગુજરાત પ્રવાસન વર્ષ’ જાહેર કરાયું. સોમનાથને ‘ગ્લોબલ ડેસ્ટિનેશન’ તરીકે વિકસાવાશે.
  • બીચ ટુરિઝમ: સોમનાથ, શિવરાજપુર અને પોરબંદરના બીચ ડેવલપમેન્ટ માટે ₹૬૦ કરોડ.
  • અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન: સર્વાંગી વિકાસ માટે ₹300 કરોડ
  • બહુચરાજી, ગીરનાર અને નર્મદા પરિક્રમા: શ્રદ્ધાળુઓની સુવિધા માટે ₹55 કરોડ
  • બસ પોર્ટ: સોમનાથ અને અંબાજીમાં આઇકોનિક બસ સ્ટેશનો માટે ₹447 કરોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *