
સોનગઢમાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી
આજરોજ વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે સંગીત ખુરશીની હરીફાઈ તથા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ માટે વસ્તુ સ્પર્શ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગ ભાઈઓ-બહેનોે ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી.
કાર્યક્રમમાં સોનગઢ નગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ગામીત તથા આકરણી સમિતિ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ ચૌધરી ઉપસ્થિત રહી માર્ગદર્શનાત્મક વક્તવ્ય આપ્યા હતા.
તે ઉપરાંત કેબીન સમિતિ અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ માળી, ન્યાય સમિતિ અધ્યક્ષ ભાવનાબેન ગામીત, નગરપાલિકા કોર્પોરેટર પવિત્રાબેન ગામીત, કમલબેન પવાર, તથા સામાજિક સેવાભાવી મોબીનભાઈ અન્સારી અને ઈમ્તિયાઝભાઈ શેખે પોતાની હાજરી દ્વારા દિવ્યાંગ ભાઈ-બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ ભાઈ-બહેનોને અનાજ કીટોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેથી જરૂરિયાતમંદ પરિવારોને સીધી મદદ મળી શકે.
આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તેમજ પ્રીતિભોજનની વ્યવસ્થા
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ગામીત,
ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટના મંત્રી શ્રી દિનેશભાઈ ગામીત,
તેમજ ટ્રસ્ટ પ્રમુખશ્રી દ્વારા કરવામાં આવી હતી.
