News

વલસાડમાં પોલીસ અધિકારી ડી.ડી. પરમારને ભવ્ય વિદાય, જનતાનો અનોખો પ્રેમ છલકાયો

વલસાડના રક્ષકને જનતાએ ખભે બેસાડી આપી અભૂતપૂર્વ વિદાય: ગૌરવ અને લાગણીનો સર્જાયો સંગમ

વલસાડમાં આજે એક ભાવનાત્મક અને યાદગાર દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં છેલ્લા બે વર્ષથી પોતાની નિડર અને બાહોશ સેવાઓ આપનાર પોલીસ અધિકારી ડી. ડી. પરમારને ભવ્ય વિદાય આપવામાં આવી.

શહેરની શેરીઓમાં યોજાયેલા વિદાય સરઘસમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ પરમાર સાહેબને ખભા પર બેસાડી, ફૂલહારોથી સન્માનિત કર્યા અને ડીજેના તાલે નાચતા-ગાતા તેમને વિદાય આપી. આતશબાજી અને જયઘોષથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જે તેમની લોકપ્રિયતાનો સ્પષ્ટ પુરાવો બન્યું.

આ કાર્યક્રમનું આયોજન લીલકંઠ મહાદેવ મંદિર ટ્રસ્ટ તેમજ શહેરના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા લોકોની આંખોમાં વિદાયની વેળાએ ભીનાશ જોવા મળી હતી, તો બીજી તરફ પરમાર સાહેબ પ્રત્યે ગૌરવની લાગણી પણ સ્પષ્ટ દેખાઈ રહી હતી.ખુબજ ઓછા પોલીસ કર્મચારીઓ હોય છે જેને પ્રજાનો આવો પ્રમ મળે છે ડી ડી પરમાર સાહેબ ના વલસાડ વિસ્તાર મા દરેક સમાજ દરેક વર્ગ ના માનીતા ચાહીતા અને લોકોના દીલમા જગ્યા બનાવી જેથી જનતા આવા પોલીસ અધિકારીને ખભે બેસાડવા પણ તૈયાર છે પરમાર સાહેબ ની વિદાય સાથે નવા કાર્ય ક્ષેત્ર ની શુભેચ્છાઓ પણ પાઠવી

તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ જનતાનો વિશ્વાસ અને પ્રેમ જીતવામાં પણ સફળતા મેળવી છે. આ વિદાય સમારંભ દ્વારા વલસાડની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે જે અધિકારી નિષ્ઠાપૂર્વક લોકહિત માટે કાર્ય કરે છે, તેમને લોકો હંમેશા દિલથી સન્માન આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *