ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત માર્ગ દર્શિત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી મહુવા અને બીઆરસી ભવન મહુવા આયોજિત દ્વારા અંબિકા તાલુકાના પુના આશ્રમ શાળા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન કલામ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં મુખ્ય મહેમાન 170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, અતિથિ માનસિંગભાઈ કે પટેલ, મામલતદાર ભરતભાઈ વી પટેલ, તાલુકા વિકાસ અધિકારી મિલન કુમાર જે પાવરા, બાંધકામ સમિતિ અધ્યક્ષ જિલ્લા પંચાયત સુરત રાકેશભાઈ એ પટેલ, અને સરપંચ, તાલુકા પંચાયત સભ્ય, વિગેરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ શાળાના શિક્ષક ગણ વાલી મિત્રો ગામજનો આ વૈજ્ઞાનિક પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા જેમાં તાલુકાની ઘણી શાળાઓના બાળકોએ વૈજ્ઞાનિક પદ્ધતિથી બનાવેલા અલગ અલગ પ્રકારના યંત્રો રજૂ કરવામાં આવ્યા હતા

જેને ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાએ અને ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોએ યંત્રો ને નિહાળ્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધારવા પોત સાહિત કરવામાં આવ્યા હતા
