વાસદા- ઉનાઈ ગામના ખંભાલિયા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સામે આવી રહી છે. ખાસ વાત એ છે કે ભાજપના તાલુકા પંચાયતના માજી સભ્યનો વિસ્તાર અને ઘરે પણ પાણીની સુવિધા ઉપલબ્ધ નથી, જે સ્થાનિક તંત્રની કાર્યક્ષમતા અને સતા પક્ષના કર્યો પર પ્રશ્નો ઊભા કરે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં આશરે 30 જેટલા ઘર છે અને લગભગ 200 જેટલી વસ્તી વસે છે. ગાયત્રી મંદિર ફળીયાના લોકો એ વારંવાર રજુવાત કરી છતાં પાણીની કોઈ સ્થાયી વ્યવસ્થા કરવામાં આવી નથી. લોકો હાલ પોતાના ઘર માટે પાણી ભરવા બાજુના મોહોલા મા જવા મજબૂર બની રહ્યા છે.

આ સમસ્યાથી કંટાળી ગયેલા ગાયત્રી મંદિર ફળિયાના આશરે 200 લોકોએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી છે. ‘પાણી નહી તો વોટ નહી’ લોકોનું કહેવું છે કે જો સત્તા પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિના વિસ્તારમાં જ પાણીની સુવિધા નથી, તો સામાન્ય નાગરિકો કઈ પાસે ન્યાય માગે?
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે તેઓએ સાંસદ ધવલ પટેલને પણ રજુવાત કરી છે,સાસદ ધવલ પટેલે તાત્કાલિક નિકાલ આવશે નો વાયદો કરી સ્થાનિક લોકો ને આસવાસન આપયુ એવાત ને એક વર્ષ થવા આવ્યુ પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જેના કારણે ગાયત્રી મંદિર ફળીયાના રહીસોમા રોષ અને નિરાશા વધી રહી છે.
લોકો તાત્કાલિક પાણીની વ્યવસ્થા અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે. જો સમસ્યા યથાવત રહેશે, તો આ મુદ્દો આગામી હાલમા થનાર તાલુકા જીલ્લાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી આપી છે આ બાબતને લઈ ઉનાઈ મા રાજકીય મુદ્દો ગરમાયો છે
સન ઓફ આદિવાસી
