News

ધારીના રેલવે ટ્રેક પર 5 સિંહો આવી પહોંચ્યા, ટ્રેન ડ્રાઈવરની સમયસૂચકતાથી અકસ્માત ટળ્યો

ધારી: ધારીના છતડીયા ફાટક નજીક રેલવે ટ્રેક પર એકસાથે 5 સિંહો આવી પહોંચતા ભારે ચકચાર મચી હતી. સિંહો રેલવે ટ્રેક પર હોવાની જાણ થતાં ટ્રેન ડ્રાઈવરે સમયસૂચકતા દાખવીને ટ્રેનને તાત્કાલિક થંભાવી દીધી હતી.

ઘટનાની જાણ થતાં સરસિયા રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વનવિભાગના કર્મચારીઓએ સાવચેતીપૂર્વક કામગીરી હાથ ધરી પાંચેય સિંહોને રેલવે ટ્રેક પરથી દૂર ખસેડ્યા હતા.

ટ્રેન ડ્રાઈવર, રેલવે તંત્ર અને વનવિભાગની સમયસૂચકતા અને સતર્કતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પાંચેય સિંહોનો આબાદ બચાવ થયો હતો.

ઘટનાએ ફરી એકવાર ગીર વિસ્તારના વન્યજીવોના રહેણાંક વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર વન્યજીવોની સુરક્ષા માટે વધુ તકેદારીની જરૂરિયાત ઉજાગર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *