નવસારી જિલ્લામાં પૂરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કેશડોલ સહાયનું વિતરણ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે.
૨૫જુલાઈ2026ના રોજ રાત્રિના 10:00 કલાક સુધીમાં અંદાજે 20,000 કુટુંબોને રૂ. 3.66 કરોડથી વધુની રોકડ સહાય સીધી ચૂકવવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં અધિકારીઓ અને કર્મચારીઓ રાત્રિના સમયે પણ સતત કામગીરી કરી રહ્યા છે જેથી પાત્ર લાભાર્થીઓને શક્ય તેટલી વહેલી તકે સહાય મળી રહે.

નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કેશડોલ સહાયની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે અને બાકી રહેલા તમામ પાત્ર લાભાર્થીઓને પણ બનતી ત્વરાએ સહાયનું વિતરણ પૂર્ણ કરવામાં આવશે.
