તાપી જિલ્લામાંથી પસાર થતા અત્યંત મહત્વપૂર્ણ અને વ્યસ્ત એવા સુરત-ધુલિયા માર્ગ પર વાહનચાલકોની સલામતી તથા સુગમતા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે તાપી જિલ્લા માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ દ્વારા રસ્તાના રીપેરીંગ અને મેન્ટેનન્સની કામગીરી ખૂબ જ ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવી છે.

ભારે વરસાદના કારણે રસ્તા પર પડેલા નાના-મોટા ખાડાઓને કારણે વાહનચાલકોને પડતી અગવડતાને ધ્યાને લઈને વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ખાસ કોલ્ડ મિક્સ મટીરીયલનો ઉપયોગ કરીને પેચવર્ક અને રસ્તાના રીપેરીંગનું કામ ત્વરિત ધોરણે કરવામાં આવી રહ્યું છે.
