
વાલોરના બુહારી ગામે આવેલ રામજી મંદિર ખાતે આજરોજ ભવ્યથી ભવ્ય લોક ડાયરો તેમજ ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોહવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ડોડીયા ની ગુજરાત વિધાનસભા ના અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને નવનિયુક્ત પ્રમુખ ચંચળ બેન ચૌધરીને તાપી જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક થતા બુહારી ગામના આગેવાન એવા ઉદય દેસાઈ તેમજ એમના બંને પુત્ર કર્ણ દેસાઈ અને વિનીત દેસાઈ અને સમસ્ત ગ્રામજનો એ તેમજ કેમ યુવા વર્ગ દ્વારા ભવ્યથી ભવ્ય લોક ડાયરા નો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોક ડાયરા મુખ્ય અતિથિ કલાકાર તરીકે ગોપાલ સાધુ અને તેમની ટીમ દ્વારા લોક ડાયરાની જબરજસ્ત રમઝટ બોલાવવામાં આવી હતી જેમને જોવા રામજી મંદિરના મેદાનમાં આજુબાજુ ગામના હજારો યુવાનો અને આગેવાનો ડાયરો જોવા માટે આવ્યા હતા ત્યારે બુહારી ગામમાં જાણે દિવાળીનો મહાલ હોય અને આકાશ બાજી ફોડીને ગોપાલ સાધુ ને આવકારો આપવામાં આવ્યો હતો અને અન્ય નેતાઓ જેમ ડોક્ટર જેરામભાઈ ગામીત, સંસદ પ્રમુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવા, ધારાસભ્ય મોહન કોકણી, ઉપસ્થિત રહ્યા હતા. જે લોક ડાયરામાં ઉદય દેસાઈ તેમજ બુહારી ગ્રામજનો દ્વારા તાપી જિલ્લા સહીત સમગ્ર જનતા ને ડાયરામાં પધારવા આમંત્રિત કરવામાં આવ્યા હતા.
