કિરણ પટેલ વલસાડ -આજરોજ તા.06/02/2025 ના દિને પારડી ખાતે વાપી મહાનગરપાલિકામાં 11 ગામો ને સમાવવાના વિરોધમાં પ્રાંત આધિકારીને પારડીને વાંસદા ચીખલી ના ધારાસભ્યશ્રી અનંત પટેલ અને મોટી સંખ્યા માં લોકો પ્રાંતકચેરી એ રજુઆત કરવા જઈ રહ્યા હતા

પરંતુ વહીવટી તંત્ર દ્વારા અટકાવવામાં આવતા પારડી ચાર રસ્તા પર વાંસદા ચીખલી ના ધારાસભ્યશ્રી અનંત પટેલ અને મોટી સંખ્યા માં લોકો રસ્તા પર બેસી વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ આવેદનપત્ર પ્રાંત કચેરીએ આપવા જતા પ્રાંત કચેરીએ કોઈપણ અધિકારી આવેદન પત્ર લેવા ન આવતા

આવેદનપત્ર દિવાલ પર ચોંટાડી વિરોધ દર્શાવવામાં આવ્યો અને જ્યાં મોટી સંખ્યામાં આવેલ બહેનો દ્વારા બંગડીઓ ફેંકીને વિરોધ કરવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં 11 ગામના આગેવાનો ગ્રામજનો ધરમપુરના અપક્ષ અને કલ્પેશ પટેલ કપરાડાના કુંજાલી પટેલ અને ધારાસભ્ય અનંત પટેલ સાથે અન્ય કાર્યકર્તાઓ આ વિરોધમાં જોડાયા હતા

