News

સમસ્ત આદિવાસી સમાજના યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલની ટીમે ધારાસભ્ય ચૈતર વસાવાને ન્યાય મળે તેમજ ખોટા જાતિ પ્રમાણપત્ર મુદ્દે લડવાની શક્તિ આપવા માટે પ્રાર્થના કરી.

ખોટા જાતિ પ્રમાણપત્ર,40% કટઓફ,વન અધિકાર,આદિવાસીઓ પર વધી રહેલા અત્યાચાર સહીતના મુદ્દે આદિવાસી સમાજમાં ભારે જનઆક્રોશ જોવા મળી રહ્યો છે.સમસ્ત આદિવાસી સમાજ સહીત વિવિધ આદિવાસી સંગઠનો ઘણા સમયથી સરકારની આદિવાસી વિરોધી કામગીરીથી વખતોવખત અવાજ ઉઠાવી રહ્યા છે.પરંતુ સરકાર આદિવાસી સમાજનો વિરોધ ગંભીરતાથી નહીં લઇ રહી હોવાથી ધીરે ધીરે આદિવાસી સમાજ આક્રમક બની રહ્યો છે.આદિવાસી સમાજના જાણીતા યુથલીડર અને ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો.નિરવ ભુલાભાઈ પટેલ અને ટીમના મુકેશ પટેલ,મનીષ ઢોડિયા,સવિતા પટેલ, ભાવેશ પટેલ,પથીક પટેલ, સારિકા પટેલ,ઉર્વશી

પટેલ,રજનીશ,દિપિકા,મિતેષ,દિવ્યેશ,કુંજન,રોકી સહિતના આગેવાનોએ આદિવાસી સમાજની આરાધ્ય કુળદેવી સાગબારાના યાહા મોગી માતાના દર્શન કરી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને ન્યાય મળે અને તેઓ જલ્દી જેલમુક્ત થાય તેમજ ખોટા જાતિ પ્રમાણપત્ર અને વિવિધ પ્રશ્નો મુદ્દે ભ્રષ્ટ સિસ્ટમ સામે લડવા માટે મા યાહા મોગી પાસે આશીર્વાદ માંગ્યા હતા.અને આદિવાસી સમાજ વિવિધ વાડાઓ ભૂલી અન્યાય વિરુદ્ધ લડત લડવા એક થાય એવી પ્રાર્થના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *