News

સુબિર હાટ બજારમાં વેપારીઓ સાથે પોલીસના વર્તનનો વીડિયો વાયરલ, પંથકમાં રોષ

સુબિર ખાતે હાટ બજાર દરમિયાન વેપારીઓ સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલા વર્તનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. વીડિયોમાં ટ્રાફિક જામ દૂર કરવાના નામે વેપારીઓ સાથે ઉગ્ર અને અસભ્ય વર્તન કરવામાં આવતું હોવાના દૃશ્યો સામે આવ્યા છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
વેપારીઓનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા કોઈ પૂર્વ જાણ કર્યા વિના કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ન આપવાના કારણે દબાણ કરવાનો આક્ષેપ કરતા વાતાવરણ બગડતાનો માહોલ સર્જાયો હતો
વીડિયોમાં એક પોલીસ કર્મચારી વેપારીઓની દુકાનને લાત મારતો તેમજ એક વેપારીનો કોલર પકડી અસભ્ય ભાષામાં વાત કરતો નજરે પડે છે. આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.


લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે સંબંધિત પોલીસ કર્મચારી નશાની હાલતમાં હતો કે કેમ? જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. લોકો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું ડાંગ પોલીસ આ મામલે નક્કર કાર્યવાહી કરશે?
સ્થાનિક વેપારીઓ અને નાગરિકોનું કહેવું છે કે જો ટ્રાફિક સમસ્યા દૂર કરવી જ હોય તો હાટ બજાર માટે પંચાયત દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવી જોઈએ હતી અને અગાઉથી સૂચના આપવામાં આવવી જરૂરી હતી. કોઈ આયોજન વિના સીધી કાર્યવાહીથી વેપારીઓમાં ભય અને રોષ ફેલાયો છે.
ઘટનાને લઈ લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કાયદો અને શિસ્તનો પાઠ ભણાવનાર પોલીસ પોતે જ સભ્યતા અને સંયમ ભૂલી ગઈ હોય તેવું આ વર્તન પરથી લાગી રહ્યું છે. હાલ સમગ્ર મામલો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *