News

અંનંત પટેલના નેતૃત્વમાં વાંસદામા કોગ્રેસની ભાવવધારા વિરોધી રેલી

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના હનુમાનબારી ગામે આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ તથા ઇંધણની સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ રેલી યોજવામાં આવી હતી.
આ રેલીનું આયોજન વાસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ યોજવામાં આવી હતી.
હનુમાનબારી ગામેથી શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનો જોડાયા હતા. રેલી દરમિયાન ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ઇંધણના વધતા ભાવ મુદ્દે સરકારને આડે હાથે લેવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે ખાસ કરીને આદિવાસી વિસ્તારના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક પંપ પર ડીઝલ પેટ્રોલનો જથ્થો હોવા છતાં ભાવ વધારાનો લાભ લેવા માટે પણ ઇંધણ આપવામાં આવતું નથી.


ખેતીના કામો ટ્રેક્ટર પાણીના પંપ તેમજ અવરજવર માટે ડીઝલ પેટ્રોલ અત્યંત જરૂરી બનતું હોય છે .
કોંગ્રેસના આગેવાનો યુથ કોગ્રેસ ના પ્રમુખ મનજીત વાસદા યુવા કોગ્રેસ પ્રમુખ સેજા પઠાન ગુજરાત મહામંત્રી નો આરોપ છે કે ઈંધણ સમયસર નહીં મળવાને કારણે આદિવાસી ખેડૂતોના ખેતી કામ પર માઠી અસર પડી રહી છે જો ઈંધણની સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આવે અને ભાવ વધારો નિયંત્રણમાં નહીં લેવાય તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.
હાલ આ રેલી અને વિરોધ પ્રદર્શનને લઈને વાસદા તાલુકાના રાજકીય માહોલમાં ચર્ચાઓ તે જ બની છે ત્યારે સરકાર આ મામલે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *