News

આદિવાસી આગેવાનો દ્વારા રાજપુરી જંગલની મુલાકાત લઇ ચિચદા ફળીયા અને નવાપાડા ફળીયા વચ્ચે નવો પુલ બનાવવા માંગ કરી.

એક બાજુ અમીર લોકો માટે કરોડો રૂપિયાના ખાનગી બ્રિજ બને છે અને બીજીબાજુ હજારો લોકો માટે વર્ષો સુધી બ્રિજ નથી બનતો એ જ અમૃતકાળ:-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.

ધરમપુર તાલુકાના ડુંગર વિસ્તાર રાજપુરી જંગલનો નદીમાંથી અંતિમ યાત્રાનો વિડીયો વાયરલ થતા સ્થાનિક પ્રશાશન દોડતું થયું હતું.આ વિડીયો જોઈને આદિવાસી આગેવાનો ડો.નિરવ ભુલાભાઇ પટેલ,કમલેશ પટેલ,નરેશ પટેલ,ગ્રામપંચાયત સભ્ય દિનેશભાઈ કુંવર અને એમની સ્થાનિકોની ટીમ,મુકેશ પટેલ,મુકેશ તીઘરા,સુભાસભાઈ,રાજેશભાઈ,રજનીશ,કાર્તિક,રાહુલ,સવિતાબેન,દીપિકા સહિતના લોકોએ મુલાકાત લીધી હતી અને ગ્રામજનોની વાત સાંભળી હતી.લોકોના જણાવ્યા અનુસાર ચિચદા ફળીયા અને નવાપાડા વચ્ચે એક ઊંચો બ્રિજ બનાવવામાં આવે તો આશરે 2000 કરતા વધારે માણસોની જિંદગીમા સુખાકારી વ્યાપી જશે કારણકે અત્યારે અમારે કોઈપણ કામ હોય તો એકબાજુ હનુમંતમાળ અને બીજીબાજુ આવધા બંને આશરે 4.5 કિલોમીટરનો ચકરાવો લેવાનો થતો હોય છે.તે અટકી જશે.અમારે સ્મશાન કે સામેની બાજુ ખેતરે જવા નદી ક્રોસ કરીને જવું પડતું હોય છે.

આ બાબતે વિડીયો વાયરલ થતા સ્થાનિક અધિકારીઓ દોડતા થયા હતા અને ટૂંક સમયમાં બ્રિજ બનાવી આપવાની ખાત્રી આપી હતી.પરંતુ આગેવાનોએ જણાવ્યું હતું કે અમને માત્ર બોદા વાયદાઓથી સંતોષ નથી.આ બાબતે અમને નક્કર કાર્યવાહી કરેલ જોઈશે અને કોઝવે નહીં પરંતુ ચોમાસામાં દુબાણમાં નહીં જાય એવો ઊંચો બ્રિજ જ જોઈશે નહીં તો જનઆંદોલન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *