News

વલસાડ-ડાંગના લોકપ્રિય સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા ખાતે લોકદરબાર યોજવામાં આવ્યો.

સાંસદના જનસંપર્ક કાર્યાલય ખાતે ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના લોકો મોટી સંખ્યામાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવા ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલ દ્વારા વાંસદા સ્થિત તેમના જનસંપર્ક કાર્યાલય ખાતે લોકદરબાર યોજાયો હતો. આમ જનતાને પડતી મુશ્કેલીઓના ત્વરિત નિરાકરણ માટે જાણીતા સાંસદ, પોતાના વિસ્તારમાં અવારનવાર જનતાની હાલાકી દૂર કરવા અને પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. જેના ભાગરૂપે આજે તેમણે વાંસદા ઓફિસ પર હાજર રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા. આ કાર્યક્રમમાં ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.


સાંસદ દ્વારા દરેકના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળીને તેના ત્વરિત નિકાલ માટે જે-તે વિભાગને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સાંસદ સભ્યની આ કાર્યશૈલીથી ઉપસ્થિત સૌ લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી અને સૌએ તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. આ લોકદરબારમાં વાંસદા તાલુકા તેમજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા, જેથી પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવી શકાય.
અંતમાં, સાંસદ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે માઇક્રો પ્લાનિંગ શરૂ કરી, તાલુકા અને જિલ્લા પંચાયતની દરેક સીટ જીતવા માટે કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *