News

તાપી જિલ્લામાં આર.એન.બી.પંચાયત દ્વારા રસ્તાઓ દૂરસ્ત કરવાની કામગીરી પૂરજોશમાં

તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સાર્વત્રિક અને ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે.

જોકે, આ કુદરતી આપત્તિ વચ્ચે પણ (પંચાયત) માર્ગ અને મકાન વિભાગ તથા સ્થાનિક તંત્રની ટીમો પ્રજાજનોની સુરક્ષા અને સુવિધા માટે સતત ખડેપગે રહીને રાહત કામગીરી કરી છે અને હાલ પણ કાર્યરત છે.

ભારે પવન અને વરસાદના કારણે જિલ્લાના અનેક મુખ્ય તથા ગ્રામીણ માર્ગો પર મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા, જેનાથી વાહનવ્યવહાર ખોરવાયો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને, માર્ગ અને મકાન વિભાગની ટીમોએ તુરંત જ જેસીબી મશીનરી અને કટર સાથે સ્થળ પર પહોંચી રસ્તા પર પડેલા વૃક્ષો કાપીને દૂર કર્યા હતા.

​​અતિભારે વરસાદના કારણે લો-લેવલ કોઝવે તથા નાળાઓ પર પાણી ફરી વળ્યા હતા, સાથે જ ઉપરવાસમાંથી તણાઈ આવેલો કચરો ભરાઈ જવાથી રસ્તાઓ અવરોધાયા હતા.

ટીમે કોઝવે સાફ કરીને માર્ગો પુનઃ શરૂ કરવાની કામગીરી હાથ ધરી હતી. ​અકસ્માત ન સર્જાય તે માટે તંત્ર દ્વારા રસ્તાઓ પર સાવચેતીના ભાગરૂપે ચેતવણી બોર્ડ અને ટ્રાફિક કોન મૂકીને વાહનચાલકોને સાવધ કરવામાં આવ્યા હતા.

​તંત્રની આ ત્વરિત અને સતત કામગીરીને કારણે જિલ્લામાં વાહનવ્યવહાર ઝડપથી પૂર્વવત થઈ રહ્યો છે અને લોકોને મોટી રાહત મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *