News

બે ટીપાં જીવનના. પોલીયોના બે ટીપાં એ બાળકને આપલુ જીવનભરનું સુરક્ષા કવચ

વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પેટા
કેન્દ્રો, બસ સ્ટેશન, બજાર વિસ્તાર અને ધાર્મિક સ્થળોએ આરોગ્ય તંત્ર દ્વારા રવિવારે ૭૧૦ પોલિયો બૂથ ગોઠવી ૦
થી ૫ વર્ષના તમામ બાળકોને બે ટીપાં પીવડાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ કામગીરી તા. ૧૩ અને ૧૪
ઓક્ટોબરના રોજ પણ હાથ ધરાશે જેમાં બાકી રહી ગયેલા બાળકોને ‘‘હાઉસ ટુ હાઉસ’’ જઈ પોલીયોના ટીપાં
પીવડાવી સશક્ત ભારતના ઘડવૈયા બનાવવામાં આવશે.


પોલીયો એક ખતરકનાક વાયરસજન્ય રોગ છે, જે બાળકના હાથ પગને નિષ્ક્રિય કરી બાળકનું આખુ
જીવન અસરગ્રસ્ત બનાવી દે છે પરંતુ સરકાર અને સમાજના પ્રયત્નથી આજે આ રોગનો અંત લાવવાનો પ્રયાસ
ચાલી રહ્યો છે. પોલીયોથી રક્ષણ મેળવવા માટે સૌથી સરળ અને અસરકારક એટલે પોલીયોના બે ટીપાં. વલસાડ
જિલ્લામાં કલેકટરશ્રી ભવ્ય વર્મા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના નેતૃત્વ હેઠળ તા. ૧૨ થી
૧૪ ઓક્ટોબર સુધી પોલીયો અભિયાન હાથ ધરાયુ છે. આ અભિયાનનું મુખ્ય સૂત્ર છે, બે ટીપાં જીવનના.
પોલીયોના બે ટીપાં એ બાળકને આપલુ જીવનભરનું સુરક્ષા કવચ છે. સરકારનું આ અભિયાન માત્ર આરોગ્ય લક્ષી
જ નથી પરંતુ માનવતાને સાર્થક કરતુ છે. ચાલો સૌ સાથે મળી જનજાગૃતિ ફેલાવી પાંચ વર્ષથી નાના દરેક
બાળકને પોલીયોના બે ટીપાં જરૂરથી પીવડાવીએ.
વલસાડ જિલ્લા ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. એ.કે. સિંઘના માર્ગદર્શન હેઠળ જિલ્લા
આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરો, કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો (CHO), ફીમેલ હેલ્થ વર્કરો (FHW), મલ્ટી પર્પઝ
હેલ્થ વર્કરો (MPHW), આશા બહેનો, આશા ફેસિલિટેટર અને આંગણવાડી બહેનોની કુલ ૧૪૨૦ જેટલી ટીમો દ્વારા
જિલ્લામાં અંદાજે ૧૭૭૦૦૦ બાળકોને પોલિયાની બે ટીપા પીવડાવવાની સરાહનીય કામગીરી આ ત્રણ દિવસ
સુધી ચાલુ રહેશે. જેથી કોઈ પણ બાળક બાકી ન રહી જાય તે જોવાનુ જવાબદારી માતા પિતાની પણ એટલી જ
મહત્વની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *