News ગુજરાત વલસાડ

દેશના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલને વલસાડી હાફૂસને જીઆઈ ટેગ આપવા લોકસભાના દંડક,વલસાડ-ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે કરી લેખિત રજુઆત

આજરોજ દિલ્હી ખાતે દેશના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પિયુષ ગોયલ ને લોકસભાના દંડક,વલસાડ-ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે રૂબરૂ મુલાકાત કરી દક્ષિણ ગુજરાતના વલસાડ – નવસારીની ઓળખાણ સમાન કેરીઓના રાજા વલસાડી હાફૂસ કેરીને જીઆઈ ટેગ અપાવવા માટેની લેખિત રજૂઆત કરી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂત મિત્રોએ આ અંગે કેન્દ્ર સરકારને

રજૂઆતો કરી હતી, હાલમાં જ મહારાષ્ટ્રના કોકાણ વિભાગના ખેડૂતો દ્વારા વલસાડની હાફૂસ કરીને જીઓ ટેક આપવા માટે આપત્તિ જણાવી હતી વિરોધ દર્શાવ્યો હતો. જેને લઇ સાંસદ ધવલ પટેલ દ્વારા જે પડતર પ્રશ્ન અંગે આજરોજ સાંસદ શ્રી ધવલ પટેલે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીશ્રીને રૂબરૂ મુલાકાત કરી ભારપૂર્વક જી.આઇ.ટેગ આપવા માટેની લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી,કેન્દ્રીય મંત્રી શ્રી પીયૂષ ગોયલે આ અંગે સકરાત્મક અભિગમ દાખવી નિરાકરણ લાવવાની ખાતરી સાંસદશ્રી ને આપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *