ગુજરાત ડાંગ

“મહિલા અને દિકરીઓને અધિકાર સમાનતા અને સશકિતકરણ” થીમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

વર્લ્ડ વિઝન ઇન્ડિયા વઘઇ દ્વારા તા. 11/3/2025ના રોજ
“મહિલા અને દિકરીઓને અધિકાર સમાનતા અને સશકિતકરણ” થીમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી જેમાં  વઘઇ તાલુકાના 19 ગામમાંથી 116 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. સદર કાર્યક્રમમાં અતિથિ વિશેષશ્રી એમ. આર. ચૌધરી- મામલતદાર વઘઇ, શ્રીમતિ જયમતીબેન – મેનેજર AKRSP વઘઇ, અશ્વિનાબેન પટેલ- ICDS વઘઇ, અર્ચનાબેન પટેલ – HM ડોકપાતળ, મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી મરિયમ ગામીત, આંચલ રાજપૂત, સોનલ ગવળી તેમજ રેખાબેન ધૂમ સખી વન સ્ટોપ ડાંગ, તેજલબેન એસ પટેલ PBSC વઘઇ, 181 ટીમ ડાંગમાંથી રીટાબેન મિનામાં, પ્રીતિબેન પઢેર , શૈલેષ પટેલ GJ દેશી ન્યૂઝ હાજર રહ્યા હતા.


સદર કાર્યક્રમમાં વર્લ્ડ વિઝન ઇન્ડિયાના પ્રોગ્રામ ઓફીસરશ્રી પ્રસન્ના આર એ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું જેમાં વર્લ્ડ વિઝન ઇન્ડિયાની કામગીરી તથા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની 2025 ની થીમ મુજબ મહિલાઓં તથા દીકરીઓમાં અધિકાર અને સમાનતા અને સશકિતકરણને ઉજાગર કરવા આહવાન આપ્યું. તેમ જ સરકારી યોજના, ENOUGH વિષે માહિતી આપી હતી. સદર કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથિ વિશેષશ્રી એમ આર ચૌધરી- મામલતદાર વઘઇ એ મહિલા અધિકાર, સશકિતકરણ, મહિલા અને દીકરીઓના સન્માન અને ઈક્વાલિટી પર વાત કરી. શ્રીમતિ જયમતીબેન AKRSP વઘઇ એ નારી શકિત પર પોતાનું મંતવ્ય વ્યકત કર્યું તેમ જ મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી આવેલ કર્મચારીઓએ દિકરીઓને સંરક્ષણ, મહિલા સ્વાવલંબન, ગંગા સ્વરૂપા, જેવી સરકારી યોજના વિષે જાગૃત કરવામાં આવ્યા તેમ જ GJ દેશી ન્યૂઝ જે ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાંથી પ્રસિદ્ધ થાય છે તેમના તંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ એ જણાવ્યું કે નારી શક્તિ ત્યારે કહેવાય જ્યારે નારી પોતે પોતાના હક માટે ઊભી થાય.નહી તો આવા ગમે તેટલા મહિલા દિવસ ઉજવાશે પણ કોઈ ફાયદો નહી હોય. માટે દરેક સ્ત્રી પોતાના હક માટે ઊભી થાય અને એની અંદરની રહેલી શક્તિને ઉજાગર કરી આધુનિક નારી બને એમ જણાવ્યું. 


“સ્ત્રી એટલે એ નદી છે જેના વગર સાગર અધૂરો રહે છે” વિચાર અને “મહિલા અને દિકરીઓને અધિકાર સમાનતા અને સશકિતકરણ” 2025ના થીમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી પૂર્ણ જાહેર કરવામાં આવી. સદર કાર્યક્રમમાં વર્લ્ડ વિઝન ઇન્ડીયાના  તમામ સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *