News ગુજરાત ડાંગ

ડાંગ દરબાર ની જગ્યા ને લઇ જે વિવાદ હતો તેનું નિરાકરણ સાંસદ ધવલ પટેલ લાવ્યા વેપારીઓ મા ખુશી.

ડાંગ દરબારની જગ્યાને લઈ જે વિવાદ ચાલી રહ્યો હતો એ બાબતે લોકમાં ચાલતી ચર્ચાને તરત જ ધ્યાને લઈ સંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડાંગ દરબાર જે પહેલા થી ચાલે છે ત્યાજ થશે એવું કહી ડાંગ દરબારની જગ્યાનો નિરાકરણ લાવતા તમામ વેપારીઓ અને ગામના લોકો દ્વારા સંસદશ્રી ધવલભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો.


ડાંગ દરબારને લઈ લોકોમા દરબાર ની જગ્યાને લઈ વિવાદ ચાલી રહ્યો હતો જેમાં સંસદશ્રી ધવલભાઈ પટેલ દ્વારા ધ્યાને લઈ ડાંગ દરબાર ની જગ્યાને બીજી ખસેડવા ના પાડી અને ડાંગ દરબાર ની જગ્યા પહેલા થી જ્યાં છે ત્યાજ રાખવામાં આવશે એવું સંસદશ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું હતું.

લોકોમા દરબારને લઈ ખુબજ ઉત્સાહિત થતા હોય છે‌ કેમકે દરબારમાં નવી નવી આઇટમો અને નવી નવી દુકાનો આવે છે જેમાં અલગ અલગ દુકાનો આવે છે જેવું કે કપડા ની દુકાન ખાવા પીવાની નવી નવી દુકાનો આવે છે.

ડાંગ દરબારનું ખાસ જોવા જેવું રંગ ઉપવન જ્યાં અલગ અલગ નૃત્ય આવતા હોય છે જેમાં કાહલી ડાંગી નૃત્ય બામ્બુ ડાન્સ અને અલગ અલગ ગામોથી પણ નવા નવા નૃત્ય લઈ આવતા હોય છે‌. હાલ લોકો ડાંગ દરબારની રાહ જોઈ રહ્યા છે જેમાં લોકો ૫ દિવસ સુધી ડાંગ દરબારની મજા માને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *