News ગુજરાત તાપી

જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય તથા નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને સભા-સરઘસ કે રેલીમાં લાઉડના સ્પિકરના ઉપયોગ ઉપર પ્રતિબંધ

તાપી તા.૧૨* તાપી  જિલ્લામાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્ય અને નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ તાપી-વ્યારા આર.આર.બોરડને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે મળેલ સત્તાની રૂએ તાપી જિલ્લાના સોનગઢ નગરપલિકા વિસ્તાર, કુકરમુંડા તાલુકાની ૭-ફુલવાડી-૨, નિઝર તાલુકાની ૧૧-સરવાળા અને ૧૩-શાલે-૨ તાલુકા પંચાયતની બેઠકોમાં સમાવેશ થયેલ સમગ્ર વિસ્તારમાં મતદાનના દિવસે કેટલાક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.



આ જાહેરનામાં મુજબ ચુંટણી પ્રક્રિયા દરમ્યાન સભા/સરઘસ કે રેલીમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ ચૂંટણી પ્રચારના કામે સવારના ૮:૦૦ કલાક પહેલાં અને રાત્રિના ૧૦:૦૦ કલાક પછી કરી શકાશે નહિ. આ માટે અગાઉથી સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવવાની રહેશે.વધુમાં આ બાબત સ્થાનિક કાયદો અને સંબંધિત વિસ્તારની સલામતી વ્યવસ્થાની સ્થિતિ અને હવામાનની સ્થિતિ, તહેવારો, ઋતુ, પરીક્ષાનો સમયગાળો વગેરે જેવી અન્ય સુસંગત વિચારણાને આધિન રહેશે.ચુંટણી પ્રચારના કામે વાહન ઉપર લગાડેલ ફરતા લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના ૮:૦૦ કલાક પહેલાં અને રાત્રિના ૧૦:૦૦ કલાક પછી કરવો નહિ.. સક્ષમ અધિકારીએ પરવાનગી આપેલ હોય તે સિવાયનાં કોઇ સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવો નહિ. તદઉપરાંત લાઉડ સ્પીકરના ઉપયોગ વખતે જાહેર પર્યાવરણ અને શાંતિનો ભંગ ન થાય તે જોવાનું રહેશે.સક્ષમ અધિકારીએ લાઉડ સ્પીકરના ઉપયોગ માટે આપેલ પરવાનગીમાં સ્પષ્ટ નિર્દેશ કરેલ ન હોય તો પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ સવારના ૮:૦૦ કલાક પહેલાં અને રાત્રીના ૧૦:૦૦ કલાક પછી કરી શકાશે નહિ.કોઇપણ મતદાર વિસ્તારમાં મતદાન પૂર્ણ થયાના અગાઉના ૪૮ કલાકની મુદ્દત દરમિયાન પ્રચાર પર પ્રતિબંધ હોઇ ઉકત સમયગાળા દરમિયાન લાઉડ સ્પીકર વગાડી શકાશે નહી. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *