વાંસદા તાલુકાના ગોઢમાળ ગામે અજમલગઢ મહાદેવ મંદિરના દર્શન કરી અજમલગઢ પરિસરીય પ્રવાસનના વિકાસ માટે સાંસદ ધવલ પટેલે કહ્યું અગાઉ કાવડેજ ખાતે લાઇબ્રેરી બનાવવા માટે ૨૫ લાખનું ફંડની જાહેરાત કરી હતી અને દસ લાખ અપાઈ ગયા છે અને 15 લાખ રાજ્ય સરકારમાંથી આવશે અને વધુમાં કહ્યું કે અજમલગઢમાં એમપી ફંડ માંથી બસ સ્ટેન્ડ બને એની પણ ફાળવણી થઈ ગઈ છે
અજમલગઢને સારામાં સારું પ્રવાસ સ્થળ બનાવવાનું છે અને આજની મુલાકાત કરવાનું કારણ પણ એ જ કહ્યું જરૂરિયાત મુજબ શું વસ્તુની જરૂર છે એ માટેની મુલાકાત હતી અને અજમલગઢને કેન્દ્ર અને રાજ્ય સરકારના પરિસરીય પ્રવાસન ધામમાં સમાવેશ કરવાની બાહેધરી પણ આપીવધુમાં એમણે કહ્યું અજમલગઢમાં દુકાનો બનાવવાથી લઈ રહે રહેઠાણ માટેના ગેસ્ટ હાઉસ બનાવવા અને રસ્તા જે ઘણા કઠિન છે સ્ટ્રોક વાળા છે એને પણ સરખા કરવા જેવા કામો આયોજન બંધ કરવામાં

આવશે ધવલ પટેલે અજમલગઢના પ્રવેશ દ્વાર માટે એમપી ફંડ માંથી રકમ ફાળવી અને શિવરાત્રીના દિવસે અજમલગઢને અનોખી ભેટ મળી
